મેરા દિલ યું હી નહિ ધડકતા, તુમ હો તો મૈં હું...
વિશ્વ હ્રદય દિવસ
આજે 'વિશ્વ હૃદય દિવસ'. હ્રદય જીવનને સીધું સ્પર્શતું સૌથી અગત્યનું અવયવ છે. દિલ, heart, હ્રદય જેવા શબ્દો થી આપડે એની વાતો કરીએ.
મને તો એમ પ્રશ્ન થાય છે કે, આ વિશ્વ હ્રદય દિવસ એક જ દિવસ કેમ ઉજવવો? આ તો રોજ ધ્યાનમાં રાખવા જેવી અને કાળજી લીધા જેવી બાબત છે. કોઈએ સરસ લખ્યું છે કે,
‘મારું રોજ એક કલાક ધ્યાન રાખશો તો હું આખું જીવન તમારું ધ્યાન રાખીશ.’
- આપનુ હ્રદય
બધા ગીતોમાં દિલની વાતો થાય, લાગણીઓની લહેરખીઓ વહે, પતિ-પત્ની અને નવા પ્રેમીપંખીડા દિલની વાતો કરતા હોઈ છે... એ આપડું દિલ આપણું હ્રદય કેટલું અદભૂત છે એ જાણવું હોઈ તો આ અચૂક વાંચજો.
- આપણું હૃદય ડાબી કે જમણી સાઇડમાં હોતુ નથી પરંતુ તે છાતીની બિલકુલ વચ્ચે હોય છે.
- હૃદય જીવનભરમાં આશરે 16 કરોડ લીટર લોહી પંપ કરે છે, એક નળનું 45 વર્ષ સુધી ખુલ્લો રાખવા બરાબર છે.
- જો હૃદયને શરીરથી અલગ કરી દેવામાં આવે તો પણ તે ત્યાં સુધી ધબકતું રહે છે, જ્યાં સુધી તેને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કારણકે તેનું પોતાનો વિદ્યુત આવેગ હોય છે.
- ચાર અઠવાડિયાની પ્રેગનેન્સી બાદ બાળકનું હૃદય ધબકવાનું શરૂ થઇ જાય છે.
- જેવું તમે ગીત સાંભળો છો તમારા હૃદયના ધબકારા એજ રીતે બદલાઇ જાય છે.
- જન્મેલા બાળકના હૃદયના ધબકારા સૌથી તેજ હોય છે અને વૃદ્ધાવસ્થામાં હૃદયના ધબકારા સૌથી ધીમા હોય છે.
- આપણા હૃદયનું વજન 250-350 ગ્રામ હોય છે. જે 12 cm લાંબું, 8 cm પહોળું અને 6 cm મોટુ એટલેકે તમારા બન્ને હાથની મુઠ્ઠીના આકારનું હોય છે.
- તમારું દિલ એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને ૩૨ કિલોમીટર સુધી ચલાવીને લઇ જઈ શકાય છે અને આખા જીવનમાં ચંદ્ર ઉપર આવવા જવા બરોબર થાય.
- ઓકટોપસ ને ત્રણ દિલ હોય છે.
- શરીરના આકાર મુજબ કુતરાનું દિલ સૌથી મોટું હોય છે.
- ‘પાઈથન’ (સાપ) ના દીલનો આકાર ખાતી વખતે મોટું થઇ જાય છે.
- જાનવરોમાં સૌથી નાનું દિલ ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે.મી. હોય છે.
- ‘Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદરની એક જાતી)નું દિલ સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી) ના દિલ સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.
- બ્લુ વ્હેલ માછલી નું દિલ એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.
'એક સંશોધન અનુસાર આખી દુનિયામાં 17.5 મિલિયન (1 કરોડ 75 લાખ) લોકોના મૃત્યુ
દર વર્ષે હૃદયરોગને કારણે થાય છે. તેમાંથી 7.3 મિલિયન મૃત્યુ
હાર્ટએટેકને કારણે થાય છે અને 6.2 મિલિયન મૃત્યુ સ્ટ્રોકને કારણે થાય છે.'
- Global
Atlas on Cardiovascular Disease Prevention and Stroke
તો શું કહો છો, આજથી તમારા વ્હાલાઓ માટે, આ વ્હાલ ભરેલા હૃદય સાટું થોડી મહેનત શરૂ કરીએ ને...?
- Kaushikji
No comments:
Post a Comment