" 'આમ' આમ નથી 'આમ' ખાસ છે...!!!"
બિલકુલ બંધબેસતું શીર્ષક-૨ દિવસ વિચાર્યા પછી ન્યાયસંગત લાગ્યું,બોલો...
તમે પણ જાણશો ત્યારે જ માનશો.આજ સુધીના તમારા કેરી વિષય ના જ્ઞાન ને નજીવું સાબિત કરી દેશે પણ સામે તમને ખુશી,આશ્ચર્ય અને આનંદ ણી લાગણી થયા વગર રેહશે જ નહિ એનો હું દાવો કરું છું.કદાચ આવી જ વાતો ની જાણકારી કદાચ ભારત પુત્ર ( હા,એમ કે’વા માય કઈ ખોટું થોડું છે...!!!!) એવા બાંગ્લાદેશે ૧૫,ઓક્ટોબર ૨૦૧૦ ના દિવસે કેરીના વૃક્ષને (આંબાને) પોતાના દેશ નું રાષ્ટ્રીય વૃક્ષ(NationalNational Tree) જાહેર કર્યું.બોલો શું જાણી ને આવડો મોટો નિર્ણય લીધો હશે,ક્યારેક મોકો મળશે ત્યારે ચોક્કસ આ રસપ્રદ વિષય પર વાત કરવાનો આનંદ ઉઠાવીશ.
લંકાની અશોક વાટિકામાં આમ્રફળ દ્વારા ક્ષુધા તૃપ્તિમાં વિક્ષેપ થતાં અનેક વૃક્ષો ઉખાડીને રાક્ષસોમાં હાહાકાર મચાવનાર ભગવાન, રામભક્ત હનુમાનથી શ્રીવિષ્ણુજી સુધી,કવિ કાલિદાસથી શાયર મિર્ઝા ગાલિબ સુધી, વિશ્વવિજેતા સિકંદરથી શહેનશાહ અકબર સુધી તથા આમ આદમીથી ભૂ.પૂ.વડાપ્રધાન શ્રીઅટલ બિહારી બાજપાઈજી સુધી, એમ સહુએ કેરીના માનમાં દિલ ખોલીને તેનાં ગુણગાન ગાયા છે.
દેશમાં હવે પાકી કેરીનો પ્રિઝર્વેટીવ પ્રોસેસ્ડ પલ્પ-રસ, તથા કેરીની અન્ય પ્રોડક્ટ જેમકે, કાચી કેરીની ચટણી, કચુંબર, બારમાસી આંબોળીયાં, આમચૂર પાવડર, પન્ના શરબત,અથાણા, મુરબ્બા,જામ,જેલી,મેંગો જ્યૂસ-શેક,આઈસક્રીમ,ચોકલેટ-ટૉફી,મેંગો લસ્સી,બિસ્કિટ,નાનખટાઈ,પાઈ, કેક, સ્વીટચીલી મેંગો સૉસ, પાકી કેરીના પાપડ, કેરીની ગોટલીમાંથી આયુર્વેદિક ચૂર્ણ તથા મુખવાસના અઢળક ઉત્પાદન ઉપરાંત, વિશ્વમાં કાચી-પાકી કેરીમાંથી બનાવેલી અન્ય સેંકડો વાનગી બારેમાસ મળે છે, જેમાંથી કેટલીક સામગ્રી તો આપણે ક્યારેય જોઈ, સાંભળી કે ચાખી પણ નથી.
તમને જાણવાની ઈચ્છા તો બહુ જ હશે પણ હા યાદ રહે,”ઉતાવળે આંબા ના પાકે.” જો કહેવતમાં પણ પાછી કેરી આવી.
આમ તો, આપણી જીભ દ્વારા ઓળખવામાં આવતા સ્વાદ જેમકે, ખારો, ખાટો, મીઠો,કડવો, મોળો તથા તીખો એમ કુલ છ પ્રકારના રસને `ષટરસ` કહેવાય છે. આયુર્વેદમાં પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ કરીને કુલ છ રસનો ઉલ્લેખ છે. હવે કેરીને જો તમામ ફળોનો રાજા કહેવાતો હોય તો તેનું સચોટ કારણ એ છેકે, આંબાના વૃક્ષ પર મોર (ફૂલોનાં ઝૂમખાં.) બેસે ત્યારથી લઈને, કેરી પાકીને તૈયાર થાય ત્યાંસુધીમાં ઉપર વર્ણન કરેલા તમામ છ રસ તેમાં વિવિધ તબક્કે અનુભવાય છે.આપણાં શાસ્ત્રોમાં તો કેરીને વહાલથી, `ઇન્દ્રાસની ફળ`નું ઉપનામ આપેલ છે, જેનો સરળ અર્થ થાય છે, `વર્ણન કરી ન શકાય તેવો અદ્ભુત અનુભવ અથવા `इंद्रियानुभूत ज्ञान`, બોલો,
વિશ્વમાં કુલ ૧૪૦૦ પ્રકારની કેરીની જાતો જોવામાં આવે છે.તમે કેટલી ટેસ્ટ કરી ? આ સવાલ સાંભળીને કોઇના પણ મન માં બાકીની કેરીઓ એકવાર ટેસ્ટ કરવાની લાલચ ઉપજ્યાં વગર રહે જ કેમ.?(અહિયાં મને ઉમેરવાનું મન થાય,કે જે લોકો એમ કહેતા હોઈ કે મને કેરી ના ભાવે એને એકવાર ચોક્કસ પણે મારી મુલાકાત કરવી,કેરી પસંદ ના હોવાનું સૌથી મોટું કારણ કેરીની જાણકારી ,કેમ અને કઈ કેરી ખાવી એની જાણકારીનો અભાવ હોવો છે? અને પછી જોજો કેરી ભાવે છે કે નહિ.....કોઈને કહેતા નહિ...”પહેલા મને પણ નહોતી ભાવતી”)
યુએન આશ્રિત, `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)`દ્વારા આંબાની ખેતીમાં અનેક પ્રોત્સાહન તથા અવિરત સંશોધનના સફળ કાર્યક્રમોને કારણે, આજે તો અસંખ્ય પ્રકારના રંગ-રૂપ-કદ-સ્વાદની કેરી વિશ્વભરમાં જોવા મળે છે. `FAO`ના આખરી પ્રામાણિત અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ હજાર હેક્ટર જમીનમાં અધધધ ૧,૨૦,૦૦,૦૦૦/- ટન કેરીનું ઉત્પાદન થાય છે.
સૌથી વધારે કેરી નું ઉત્પાદન કરતો દેશ ભારત છે.થોભો,આ વાતને સારી રીતે,સુગંધિત રીતે રજુ કરું,આખી દુનિયામાં ખવાતી કેરીમાંથી ૬૦% ભારતમાં તૈયાર થયેલી હોઈ છે...છે ને આશ્ચર્યની વાત..!!! ભારત દેશ માં તો દરેક રાજ્ય માં અલગ અલગ વેરાયતીનો special આમ પાક થાય છે ( i mean આમ પાક= કેરીનો પાક , specialપણ છે છતાં આમ છે ,અને આમ છે છતાં special છે બોલો....)
ખાલી ગુજરાતની વાત કરીએ તો પણ,હાફૂસ,કેસર,જમાદાર,રાજાપુરી,વશી બદામી,નીલમ,તોતાપુરી ,દાડમીયો,લંગડો,કરન્જીયો,દશેરી અને સરદાર જેવી મીઠી રસીલી કેરીઓની ભરમાર જોવા મળે છે
.
એમાય કેરીઓની મહારાણી ગણાતી ‘કેસર’ ને તો કેમ ભૂલી શકાય.અંદાજે ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતી આ મહારાણી ‘કેસર’ જી.ઈ. રજીસ્ટ્રેશન(જિઓગ્રફિક ઈન્ડેક્ષ)મેળવવા જઈ રહી છે.રજીસ્ટ્રેશન બાદ આપણી કેસર “ગીર કેસરી” ના નામે ઓળખાશે.આખા વિશ્વ માં ડંકો વગાડી દીધો ને ...!!!! આપણી ગુજરાતી અલ્ફ્રેન્ઝો તથા કેસર કેરી, ખેત ઉત્પાદન પ્રમાણપત્ર પ્રદાન કરતા, આંતરરાષ્ટ્રિય બિન સરકારી સંગઠન,`GLOBALGAP`ના આકરા માપદંડમાં ૧૦૦% પાર ઊતરે છે તે, આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
` વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન` તથા યુ.એન. સંચાલિત `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન` દ્વારા નક્કી કરવામાં આવેલા `CODEX STANDARD FOR MANGOES` (એગમાર્ક) મુજબ, કેરીના ત્રણ ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. (૧) એક્સ્ટ્રા ક્લાસ (શ્રેષ્ઠ) - જેમાં કોઈ ખામી ન હોય તથા કેરીના પ્રમાણિત કરેલા વજન કરતાં તફાવત ૫% થી વધુ ન હોય.ઉપરાંત, આકર્ષક પેકિંગ કરેલ હોય. (૨) ક્લાસ -૧. (મધ્યમ) - જેમાં સાધારણ ખામી હોય પરંતુ, કેરીની ગુણવત્તા સારી હોય. કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઈઝ નાની ન હોય. સારું પેકિંગ કરેલું હોય.(૩) ક્લાસ -૨ (ગૌણ) - એક્સ્ટ્રા ક્લાસ તથા ક્લાસ-૧ ના માપદંડમાં ખરી ન ઊતરતી તમામ કેરી, જેમાં ક્લાસ-૨ માટે નક્કી કરાયેલા કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઇઝ ન હોય.
કેરીની વિવિધતાની વાત કરીએ એટલી ઓછી છે,એક ઉદાહરણ આપું,આદ્ર નક્ષત્ર પછી કેરી ખાવાની ગુજરાત મહારાષ્ટ્ર માં બંધ થઇ જાય.એવું માનવામાં આવે છે કે વરસાદની જપતમાં આવી ગયેલી કેરી ના ખવાય બીમાર પડી જવાય.સાચી વાત હશે પણ દશેહરી અને લંગડો અને આવી બીજી જાતો પર તો વરસાદ પડે નહો ત્યાં સુધી પાકતી નથી બોલો.....(અહો, આશ્ચર્યમ!)
ઈતિહાસ માં પણ કેરીના બહુ ગુણગાન ગાવામાં આવ્યા છે.વેદો થી માંડીને આધુનિક સમય સુધી ગુણગાન ગાવાનો દુર ખતમ નથી થયો,વેદો માં પણ ઉલ્લેખ જોવામળે છે,કાલિદાસે પણ મહિમા નું વર્ણન કર્યું છે.
મુઘલ બાદશાહો ને કેરી બહુ પ્રિય રહી હતી ,ઈતિહાસ એનો સાક્ષી છે.ઈતિહાસ નું એક સોપાન તો કેરીને આમ તરીકે ઓળખવા પાછળ મુઘલ બાદશાહને જવાબદાર ઠેરવે છે,મુઘલ બાદશાહો દરેક વાતને આમ અને ખાસ કહેતા,
દા.ત.,જનતા-એ-આમ અબે જનતા-એ-ખાસ
મહેફિલ-એ-આમ અને મહેફિલ-એ–ખાસ
દીકાન-એ –આમ અને દિવાન – એ – ખાસ
કહેવાય છે કે બાદશાહ અકબરના લગાવેલા આંબાના વ્રુક્ષો બિહારના દરભંગાના લાખીબાગ માં જોવા મળે છે.બાદશાહે એ બાગ માં ૧,૦૦,૦૦૦ આંબા વૃક્ષો વાવેલા.વિચારો જરા કેરી કેટલી પ્રિય રહી હશે આ બાદશાહો ને ...!!!
ઈ.સ.૧૮૩૮ માં મઝગાવ નામનો આંબો એટલો પ્રસિદ્ધ થયેલો અને એટલો કીમતી ગણાતો કે ,બાદશાહે એની સુરક્ષા માટે સૈનિકોની એક ટુકડી તૈનાત કરેલી.એટલું નહિ ,મુઘલ બાદશાહ શાહજહાં (જેને તાજમહાલ બનાવાનો શ્રેય ઈતિહાસ આપે છે) અને એના પુત્ર ઓરંગઝેબ(જેમને એના જ પિતા શાહજહાં ને યમુના ના બીજે કાંઠે બંધી બનાવી,તેનો જ તાજમહાલ દુખ સાથેમૃત્યુપર્યંત જોતા રેહવા ફરજ પડવાનો શ્રેય મળે છે) બંને બાપ-દીકરાનોસંબંધ કેરીના લીધે પણ બગડ્યો હતો.(થયું ભાઈઓ આશ્ચર્ય ...તો કહો..અહો,આશ્ચર્યમ ..!!!!)
અંગ્રેજો પણ પાછળ નહોતા રહ્યા,ભારત દેશમાં અંગ્રેજી સત્તાનો પાયો નાખનાર અંગ્રેજ રોબર્ટ ક્લાઈવના પુત્ર એડવર્ડ ક્લાઈવે પોતાનો કેરીનો શોખ પૂરો કરવા માટે ઈ.સ. ૧૭૯૮ માં મદ્રાસ( ત્યારે ભારતની રાજધાની ગણાતું મદ્રાસ..જેના આજે આપણે ચેન્નાઈ તરીકે ઓળખીએ છીએ) માં એક કેરીનો બગીચો બનાવેલો જેમાં વિવિધ જાતો ની કેરીઓ ઉગાડવામાં આવતી.
હજુ એક આશ્ચર્ય જણાવી દઉ. હરિયાણા ના બુરેલ નામની જગ્યાપર એક આંબો આજે પણ મિસાલ છે,૩૨ ફૂટ નું જાડુ થડ,૮૦ ફૂટ લાંબી ડાળીઓ, ડાળીઓ ૧૨ ફૂટ તો જડી છે.૨૭૦૦ વર્ગ યાર્ડ માં વિસ્તેરેલો એ આમો ક્યારેક ક્યારેક તો ૨.૫ કી.ગ્રા. ણી કેરીઓ આપે છે....લ્યો...ફરી પાછું અહો આશ્ચર્યમ..!!!
કોંકણ-મહારાષ્ટ્રમાં તો વળી `સિંધુ` નામની `SEEDLESS`કેરીનું ઉત્પાદન પણ શરૂ થયેલ છે, તે બાબત વિજ્ઞાન+માનવ બુદ્ધિનો ચમત્કાર જ ગણવો રહ્યો.
સુગર ફ્રી કેરીનું નામ સાંભળ્યું છે????
એ પણ ભારત દેશ માં જોવા મળે છે .....બોલો બોલો ,અહો આશ્ચર્યમ...!!!
કેરી અને સ્વાસ્થ્ય....
કેરી કાચી અને પાકી બંને અવસ્થામાં ‘આરોગ્યવર્ધક’ જ છે.ફળ તો ફળ એની ગોટલી પણ આરોગ્યવર્ધક છે.કેરીની છાલ પણ આરોગ્યવર્ધક ,આંબાના પાન પણ આરોગ્યવર્ધક,અને લાકડું એ આરોગ્યરક્ષક.
૧.બ્લડ પ્રેશર કરે નિયંત્રિત : કેરીમાં વિટામિન્સ તો હોઈ જ છે પણ કેરીમાં હોઈ છે પોટેશિયમ અને મેગ્નેશિયમ.
૨.કેન્સર ના ખતરાને કરે ઓછો:કેરી કોલેસ્ટ્રોલ ઘટાડે,કારણ કેરી માં ફાઈબરપેક્ટીન મળી આવે છે જે ગ્રંથીના કેન્સરને રોકે છે.
૩.વજન વધારવામાં મદદરૂપ:૧૫૦ gm માં ૮૬ કેલેરી ઉર્જા હોઈ છે.કેરીમાં રહેલું સ્ટાર્ચ સુગર માં કન્વર્ટ થઇ વજન વધારે છે.
૪.પચન ક્રિયા માં સહાયક:અપચન અજીર્ણ,એસીડીટી,માતાતે છે.કેરી માં રહેલા EnzymsEnzyms પાચનતંત્ર સુધારે.
૫.એનીમિયાનો ઉપચાર : સારા પ્રમાણ માં આયર્ન મળી રહેતા લોહીની માત્રામાં વધારો થાય છે
૬.ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક:આયર્ન ભરપુર હોવાના લીધે ગર્ભવતી માતા ઓ માટે બહુ ફાયદાકારક છે
૭.ખીલથી દુર રાખે : ખીલના બંધ છિદ્રો ખોલી આપે છે,.ખીલ થતા બંધ થઇ જાય છે. કેરીના માવાને ચહેરા પર લગાવી રાખો ,૧૦ મિનીટ માં ધોય નાખો ,regular ૮ દિવસ કરો અને જુઓ અસર
૮.જલ્દી વૃદ્ધ થતા અટકાવે: વિટામીન એ અને વિટામીન સી માનવ શરીરમાં કોલજનનું નિર્માણ કરે છે.કોલજન બ્લડ વેસલ્સ અને શરીરના બાકીના કનેક્તીવ ટીસ્યુ ને સારા રાખે છે.ચામડીની ત્વચાની ઉમર વધાવા દેતું નથી.
૯.મસ્તિષ્ક ને સ્વસ્થ બનાવે :કેરીમાં વિટામીન બી-૬ પ્રચુર માત્રમાં મળે છે જે મગજ ની કાર્ય પધ્ધતિને બહેતર બનાવે છે.
૧૦. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
૧૧.ડાયાબીટીસનો પ્રાકૃતિક ઈલાજ કેરી અને એના પાન,આંબાના પાનનો ઉકાળો પીવાથી ડાયાબીટીસ નોર્મલ થઇ જાય છે.
૧૨.આંખોનો રાખે ખ્યાલ :એક કપ કેરીના જ્યુસમાં આંખ માટે વાપરતા વિટામીન –એનો ૨૫% હિસ્સો આવી જાય છે.આંખોની બળતરા ઘટાડે.અને કેરીમાં રહેલું બીટાકેરોટીન એ આંખની રોશની વધારે છે.
૧૩.સેક્સ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વે કરે.
૧૪.લુ નો ઉપચાર કરે.
૧૫.કેરીની ગોતલીનું ચૂર્ણ ૫ થી ૧૦ ગ્રામ આપવાથી પેટમાંથી કૃમિ નીકળી જાય .
૧૬.કેરીની ગોટલીનું ચૂર્ણ શરીર પર લાગવાથી પરસેવો આવતો બંધ થઇ જાય.
૧૭. ઠંડીને લીધે પગ ફાટે કેરીનું ચીર લગાવો ઓકે થઇ જશે.
૧૮.આંબાની અંતરછાલ અને ચૂનાનું નીતર્યું પાણી પીવાથી ડાયાબીટીસ માં રાહત થાય છે]
૧૯.આંબાની ગોટલીના સરના ટીપા નાકમાં નાખવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય જાય છે.
૨૦.આંબાની ડાળ પરથી પાન તોડતા નીકળતું પ્રવાહી આંજણી મટાડે છે.
૨૧.આંબાના મૂળ ને ગળે –હાથે બાંધવાથી ઉનીયો તાવ મટે છે.
૨૨.આંબાના પણ ના રસ થી રક્ત અતિસાર મટે છે.
૨૩.આંબાની ગોટલીનો રસ લોહીની ઉલટી થતી હોઈ એમને રાહત પહોંચાડે છે.
૨૪.આંબાના પાનનો રસ મધ સાથે પીવાથી અવાજ ચોખ્ખો થાય છે.
૨૫.કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી દુજાતા હરસ /પ્રદર મટે છે.
૨૬. આંબાના પાનના રસમાં મધ/શેરડીનો રસ લોહીના જાડા અટકે છે.
૨૭.આંબાની અંતરછાલના ચૂર્ણને પાણી/છાસ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.
૨૮.આંબાના પાન ના રસ ને મધ/સાકાર સાથે લેવાથી અમ્લપિત મટે છે.
૨૯.કેરીના ફળને તોડતા નીકળતું ચિર દાદર-ખરજવું મટાડે છે.
૩૦.પાકી કેરી ચૂસી ને ખાવાથી ખાસી માટે છે.
૩૧.રસદાર પાકી કેરી ચૂસવાથી રાત્ર ઊંઘ માં ચાલવાની આદત છુટે છે અને ઊંઘ સારી આવે છે.
૩૨. પાકી કેરીનો રસ + મધ સાથે લેવાથી ટી.બી. માટે છે.
૩૩.કેરી એ તો શ્રેષ્ઠ રેચક માંથી એક છે મલ સાફ ઉતારે છે ,કબજિયાત દુર કરે છે
૩૪.પાકી કેરીની છાલ ઉતારી ટુકડા કરી મધ આડું સુંઠ બપોરે અને સાંજે ખાવાથીDITOXIFICATION થાય છે.(તમારા ૫૦૦૦-૧૦૦૦૦ બચી જાય છે.)
૩૫.કેરીની અંદર રહેલું પપૈન નામનું સંયોજન પાચન તંત્ર માં બહુ કામ આવે છે ..અનેઅથાણાને પોચુ બનાવવા માટે પણ આ સંયોજન જ ખાસ ભૂમિકા ભજવે છે
૩૬.કીડનીની પથરીને ગાળીને કાઢી નાખે એટલી સમર્થતા છે કેરી માં.
૩૭.કેરી માં વિટામીન E સારી માત્ર માં હોવાથી હૃદયરોગી માટે બહુ ગુણકારી છે.
૩૭.કેરી માં વિટામીન E સારી માત્ર માં હોવાથી હૃદયરોગી માટે બહુ ગુણકારી છે.
કેરી ,આંબો અને કહેવતો....
કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી !
1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ.
2] આંબા ગાળો ને પૈસા ટાળો.
3] ઉતાવળે આંબા ન પાકે.
કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે
4] એક ગોટલી તો સો રોટલી
5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.
6] કેરીની ખોટ કોંકડીઓમાં ભાંગીશું.
7] નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે,
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.
8] રસ કેરીનો ને જમણ દૂધપાકનું
9] રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી.
10] રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.
11] કેરી ગાળો ને પૂંજી ટાળો.
12] આમ તો આમ ગુટલિયો કે ભી પૈસે મિલતે હૈ .
13] બોય પેડ બાબુલ કા આમ, કહા સે હોઈ .
અને હજુ ઘણી છે....કેરી ને ફળોનો રાજા કહેવામાં રાજાની ઈજ્જત વધે એવું નથી લાગતું.
બાકીની હજુ વધારે આશ્ચર્યજનક વાતો સાથે ફરી મળીશું ...તો મારા તરફથી અને કેરીબહેન તરફથી જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment