અલ્સરની આયુર્વેદિક સારવાર
થોડા થોડા સમયના અંતરે ઓછો, પ્રવાહી અને માપસર ખોરાક લેવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે
પેટમાં શૂલ ક્યારે થાય છે, જમ્યા બાદ તુરત કે ભોજન પચતું હોય ત્યારે... જમ્યા પછીના ત્રણેક કલાક બાદ ? આ લક્ષણો પરથી જ અલ્સરનું ચોક્કસ નિદાન થઇ જાય છે.
પેપ્ટિક અલ્સરનો દરદી મોટે ભાગે એવું કહેશે કે કશું ખાધું ન હોય અને ખાલી પેટ હોય ત્યારે સારું લાગે છે પરંતુ પેટ ભરીને ખાવામાં આવે અને આહાર હોજરીમાં વલોવવા લાગે ત્યારે બળતરા અને દુખાવો શરૃ થઇ જાય છે. અલ્સર તાજું જ હોય તો જમતાની સાથે જ પેટ ભારે અને ડબ થઇ જાય છે. મોંમાં મોળ આવે છે. અને ખાધેલો ખોરાક ઉછાળા મારતો હોય એમ મોંમાં પાછો આવી ઓચિંતી જ ખાટી ઊલટી થઇ જાય છે અને ઊલટી પછી બળતરા તથા પીડા ઓછી થઇ જાય છે.
આહાર પચવા લાગે અને હોજરીમાંથી આંતરડા તરફ આગળ વધે ત્યારે દરદીને રાહતનો અનુભવ થાય છે. અલ્સર જૂનું અને વધુ પ્રમાણમાં હોય તો જોરદાર ઊલટી થાય ત્યારે બહાર આવેલા આહાર દ્રવ્ય સાથે ક્યારેક લોહી પણ જોઇ શકાય છે. છાલામાંથી લોહી ઝમતું હોય અને એ વખતે ઊલટી ન થઇ હોય તો ક્યારેક મળ વાટે પણ કથ્થાઇ કે કાળા રંગનું લોહી નીકળતું જોવા મળે છે.
ખોરાક ઢીલો અને પ્રવાહી હોય તો દુખાવો ઘટે છે પણ જો એ કઠણ, તીખા - ખાટા રસથી યુક્ત આથાવાળો અને તળેલો હોય તો દુખાવો વધે છે. દૂધ, ખીર, થૂલી, ખીચડી કે રાબ જેવો ખોરાક દરદીને અનુકૂળ પડે છે. આઈસક્રીમ ખાવાથી પણ સારું લાગે છે. ઠાંસી ઠાંસીને જો ભરપેટ ખાવામાં આવે તો દરદીની અકળામણ વધે છે. અને થોડા થોડા સમયના અંતરે ઓછો, પ્રવાહી અને માપસર ખોરાક લેવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે.
પરિણામ શૂલ એટલે કે ડિઓડિનલ અલ્સરમાં ખાલી પેટે દુખાવો વધે છે. દરદી ભૂખ્યો રહી શકતો નથી. જમ્યા બાદ ત્રણેક કલાકે પેટમાં દુખાવો અને બળતરા શરૃ થાય છે. ખાધેલો ખોરાક ત્રણેક કલાક બાદ હોજરીમાંથી આગળ વધી ગ્રહણી નજીક પહોંચે છે. હોજરીમાં વલોવાયેલા ખોરાકમાં ખાટા જઠરરસો ભળતા હોવાથી એમાં ખટાશનું પ્રમાણ ખૂબ હોય છે.
હોજરી સાથે જોડાયેલા નાના આંતરડાના શરૃઆતમાં પચીસ સેન્ટિમીટર જેટલા વિસ્તારને આયુર્વેદમાં 'ગ્રહણી' નામ આપવામાં આવ્યું છે. આથી જઠરમાંથી આગળ વધેલો આ ખટાશયુક્ત ખોરાક જો ગ્રહણીના છાલા પરથી ઘસાઇને પસાર થાય તો જે તે ભાગમાં તીવ્ર દુખાવો અને બળતરા થાય છે.
બપોરે જમ્યા બાદ ત્રણેક કલાક બાદ જેમ દુખાવો થાય છે તેમ રાત્રે જમ્યા બાદ પણ દુખાવો થાય છે. અને ક્યારેક તો આ દુખાવો તથા બળતરા વધી જવાથી દરદીની ઊંઘ ઊડી જાય છે અને ઊઠીને વચ્ચે ઠંડું પાણી કે દૂધ પીવાની ઈચ્છા થાય છે. જમવાનો સમય જો નક્કી હોય તો દરદી એ અનુમાન કરી શકે છે કે દિવસે અને રાત્રે અમુક વાગે પોતાને દુખાવો શરૃ થશે. અને તેથી પોતે એનો ઉપચાર પણ વિચારી શકે છે. પેપ્ટિક અલ્સરમાંથી ખાટી ઊલટી અવાર નવાર થતી હોય છે જ્યારે ડિઓડિનલ અલ્સર (પરિણામ શૂલ)માં ઊલટી ભાગ્યે જ થતી હોય છે. ભૂખ્યા પેટે ગુસ્સે થનારા લોકોએ આ રોગની સંભાવના વિશે વિચારી લેવું જોઇએ.
અલ્સરના દરદીએ તીખાં, ખાટાં, તળેલાં અને આથો આવીને તૈયાર થતાં હોય તેવા પદાર્થો બંધ કરી દેવા જોઇએ. લસણ, મરચાં, મરી, લીંડીપીપર, સૂંઠ, આદું, હિંગ-રાઇનો વઘાર તથા ગરમ પદાર્થો અલ્સરના દર્દીને અનુકૂળ આવતા નથી. ટમેટા, કાચી કેરી, ખાટાંફળો, દહીં, છાશ, લીંબુનું અથાણું, કેરીનું અથાણું, આમલી, સાઇટ્રિક એસિડ (લીંબુના ફૂલ) તથા ભજિયા-ગાંઠિયા જેવા તમામ ફરસાણ બંધ કરી દેવા જોઇએ. ચીકન, મંાસરસ (સૂપ), મચ્છી તથા તમામ પ્રકારનો માંસાહાર અલ્સરના દરદી માટે અપથ્ય (એટલે કે પ્રતિકૂળ) છે.
રીંગણ, સરગવો, ડુંગળી, ભીંડાનું શાક તથા બાજરીના રોટલા ને કઢી જેવો ખોરાક અલ્સરના દરદીને અનુકૂળ આવતો નથી. દારૃ, બીડી-સિગારેટ કે તમાકુ-ગુટકાનું વ્યસન પણ અલ્સરના દરદીએ છોડી દેવું. ઉજાગરા, અતિ મૈથુન, ગુસ્સો અને માનસિક તાણ વધે તેવી પરિસ્થિતિ અલ્સરના દરદને વધારી શકે છે.
હોજરી કે આંતરડામાં ચાંદુ હોય તેવા દરદી માટે બકરીનું કે ગાયનું દૂધ, ખીર, થૂલી, એકદમ ગળી ગયેલી ખીચડી, ગળી ગયેલો ભાત, મગનું મોળું (ઘીથી વઘારેલું) ઓસામણ, ગળી ગયેલી મગની છૂટી દાળ, દૂધી, ગલકા કે પરવળનું શાક પથ્ય (અનુકૂળ) છે. કોળાનું શાક, પેઠાં કે કુષ્પાં અવલેહ પણ અલ્સરના દરદીને અનુકૂળ આવે છે. એલોપથીની ગરમ દવાઓ તો ભૂલેચૂકે પણ ન લેવી.
અલ્સરના દરદી માટેનો ઔષધોપચાર આ પ્રમાણે છે.
(૧) શતાવરી અને જેઠીમધનું ચૂર્ણ સમાન ભાગે મેળવી કાચની બરણીમાં ભરી રાખવું. આમાંથી વીસેક ગ્રામ જેટલું ચૂર્ણ ૨૦૦ ગ્રામ જેટલા બકરી કે ગાયના દૂધમાં નાખી એટલું જ પાણી ઉમેરી ધીમા તાપે ઉકળવા દેવું. પાણી બળી જાય ત્યારે સવાર સાંજ આ ઔષધ પીતા રહેવાથી અલ્સરનું દરદ દૂર થાય છે. પાચન સારું હોય તો આ ચૂર્ણ ઘીમા શેકીને પણ લઇ શકાય. દૂધ પાકી જાય ત્યારે તેમાં જરૃર પ્રમાણે દળેલી ખડી સાકર કે ખાંડ પણ ઉમેરી શકાય.
(૨) ૨૦ ગ્રામ જેટલો પટોલાદિ કવાથનો ભૂકો લઇ બે ગ્લાસ પાણીમાં પલાપાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવું. પોણો કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી ઠરે એટલે ગાળીને પી જવું. સવાર સાંજ આ પ્રમાણે ઉકાળો લેવાનું ચાલુ રાખવું.
(૩) કપર્દિકા ભસ્મ, શંખભસ્મ, પ્રવાલ પંચામૃત, કામદૂધા રસ અને મુક્તાપિષ્ટીનું સમાન ભાગે મિશ્રણ કરી એકાદ ગ્રામ જેટલું સવારસાંજ ઘી-સાકર સાથે ચાટી જવું અને ઉપર દૂધ પીવું.
(૪) સુવર્ણ સૂતશેખર રસની એકેક ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી.
(૫) આમળાનો મુરબ્બો, ગુલકંદ અને ધાત્રી રસાયન પણ અનુકૂળ માત્રામાં લઇ શકાય.
(૬) અલ્સરના દરદીએ ગમે તેટલી કબજિયાત હોય તો પણ તીવ્ર રેચ ન લેવો. રેચક ઔષધોના કારણે આંતરડાની આકુચન પ્રસારણની ક્રિયા વધી જાય છે. અને મળને પરાણે બહાર ધકેલવા જતાં ચાંદા પર ઘસારો પહોંચે છે અને તેમાંથી લોહી ઝમવા લાગે છે. આથી કબજિયાત હોય તો દૂધ સાથે ઈસબગુલ કે ગરમાળાના ગોળની સાથે કાળી દ્રાક્ષ મેળવીને તેનો ઉકાળો લઇ શકાય.

No comments:
Post a Comment