Wednesday, March 30, 2016

નમક: સ્વાદ નો રાજા-king of taste

નમક: સ્વાદ નો રાજા-king of taste

નમક: સ્વાદ નો રાજા-king of taste

 ‘મીઠું’ મીઠું છે અને  ‘મીઠું’ ખારું પણ  છે.
          (ખારો પણ ખાવાનું એક મીઠું જ છે...!!!)-સ્વાસ્થ્ય પ્રેમી કૌશિક ધંધુકિયા
                      


                      ખારાશમાં પણ મીઠાસ છે,
                         નહીતર ખારા એવા મીઠા (નમક),
                            નું નામ મીઠું ના પડ્યું હોત
                                                        – અજ્ઞાત
આયુર્વેદમાં પણ કહ્યું છે કે, ભોજનાગ્ર સદા પથ્યમ લવણાદ્રક ભક્ષણમ.”


       આમેય આપણા સમાજમાં મીઠાના ઘણા  મહાવરા સાંભળવા પણ મળે છે જ ને,..નમક હરામ,નમક હલાલ, ઘા પર નમક ભભરાવવું.
       આયુર્વેદના ૩૫૦૦ વર્ષ જુના એક ગ્રંથ અષ્ટાંગહ્રદયમાં ઔષધિવર્ગમાં મીઠાનું જ એક અલગ ચેપ્ટર છે,તમે લવણભાસ્કર ચૂર્ણનું નામ તો સાંભળ્યું જ છે ને...!!!! એ ચૂર્ણ માં સૌથી મહત્વપૂર્ણ ઔષધિ લવણ(નામક-મીઠું) જ તો છે.

       રસોડું હોઈ કે આયુર્વેદના ઔષધો હોય,નમકની હાજરી અનિવાર્ય હોઈ છે. વરસ સારું જાય એ માટે દિવાળીની પરોઢે સબરસ નમક ખરીદવાનો રીવાજ આજે પણ ઘણા ગામડાઓમાં જોવા મળે છે.ગૃહપ્રવેશ વખરે કુંભ મુકવાની વિધિ નમક વગર અધુરી ગણાય.રોમન સામ્રાજ્યમાં તો નમકનો નાણાકીય લેવડ દેવડ તરીકે વ્યવહાર કરવામાં આવતો હતો.
      ગુજરાતીમાં મીઠું કે નમક,ઉર્દુઅને હિન્દીમાં નમક, સંસ્કૃતમાં લવણ,ફારસીમાં નમક,અરબીમાં મીલહ,અને અંગ્રેજી માં જેને salt કહેવાય..અને એના વગર હજારો વાનગી ઓ નીરસ બની જાય એવું સબરસ કહેવાતું આપડું મીઠું.(ઘણામાં ના પણ હોય તો એને દુખી થવાની જરૂર નથી ..એને પોતાને દૂધપાક જેવો જ ગણવો ..!! ).
        ધર્મ,જાતી,સંસ્કાર,ગામ,શહેર દેશ ગમે તે હોય પણ રસોઈમાં જો આ મીઠું ના વપરાય એવું તો બની જ ના શકે.બધા મસાલાઓનો રાજા એટલે –“મીઠું”  કેમ મીઠાને બધા મસાલાનો રાજા ગણવો ..ચાલો જઈએ મીઠાના પ્રવાસે ...( મીઠું હોઈ તો જ આવવું.કારણ કે વાંચ્યા પછી તો ખબર પડી જ જશે કે મીઠું નહોતુ તમારે પહેલા...એટલે ઘરમાં નહોતું એમ.હહાહાહા).
      અલ બગાવીએ તેમની કુરાનમાની એક તફસીરમાં નોંધેલું છે કે,રસુલલ્લાહએ ફરમાવ્યું છે કે ખુદા એ જન્નત થી ચાર ચીજો આશીર્વાદ સ્વરુપે જમીન પર ઉતારી.લોખંડ,આગ,પાણી અને ‘મીઠું’.
       રસુલ્લાહે જણાવ્યું છે કે,જે શખ્સ જમવાની શરૂઆત કરતા પહેલા અને જમી લીધા પછી નિમક ચાખશે તે ૭૨ જાતની બીમારીથી મહેફૂસ રેહશે. એ ૭૨ રોગોમાં leprosy થી માંડી ને lucoderma પણ છે.અને ગભરાવા  જેવી વાત તો એ છે કે નમક વગરનું ભોજન વધારે સમય લેવાથી પેરાલીસીસ થઈ શકે છે.
        ડો.સુશિલ શાહ કહે છે, “મીઠું શરીરની જરૂરિયાત છે,માટે જયારે પ્રમાણસર લેવામાં આવે ત્યારે એ ઘણું ઉપયોગી હોઈ છે.એમાં રહેલું સોડીયમ તત્વ શરીરના દરેક કોષને કાર્યરત  રાખવામાં ઉપયોગી નીવડે છે.શરીરમાં એનું પ્રમાણ ૧૩૦ ml મોલ્સ હોવું જરૂરી છે.જો એના કરતા ઓછું હોઈ એટલે કે ૧૨૦ જેટલું પ્રમાણ થાય તો વ્યક્તિ થાક અને આળસનો અનુભવ કરે છે અને જો ૧૨૦-૧૧૮ ml મોલ્સ  કરતા નીચું જાય તો વ્યક્તિ કોમામાં જતો રેહ છે.આમ,આદર્શ રીતે માનશ ને ૪-૫ ગ્રામ મીઠાની રોજિંદી જરૂરિયાત હોઈ છે.”
         મીઠાના ઘણા પ્રકાર છે:સિંધવ,સંચળ, બીડ લવણ,ઘસીયુંનમક,ઔદ્ભિદ લવણ,કૃષ્ણ લવણ,રોમક લવણ,જવ ખાર અને સાજી ખાર અને બાકીના બીજા ખાર.



બધા વિષે શ્લોક સાથે એના ગુણો નો વખાણ આ અષ્ટાંગહૃદયના ઔષધિવર્ગમાં  આપ્યા છે.
         હવે જે નમક–મીઠું આપણે કહીએ છીએ એ હકીકતમાં સૌથી ઓછી ગુણવત્તાવાળું મીઠું છે..ભારત દેશ માં લગભગ ઈ.સ. ૧૯૩૦ પહેલા આપણે આ  દરિયા-સમુદ્ર માંથી બનતું મીઠું વાપરવાનું શરુ કર્યું છે.એ પહેલા ભારત દેશમાંથી એક પણ વ્યક્તિ આ નમક વાપરતા જ નહિ.

મીઠાની જાણવા જેવી વાતો.....જે ક્યારેય નહિ સાંભળી હોઈ ...
    
        ખાવાલાયક મીઠાના તો.પહાડો અને ખાણો હોઈ છે.ભારત દેશ આઝાદ થતા નમક વિશાલ લવણશ્રેણી પાકિસ્તાનમાં જતી રહી.ખૈબર-પાકિસ્તાનમાં  નમકની વિશાલ ખાણ છે.અહિયાં નમકના તળની જાડાઈ ૧૦૦ ફૂટથી વધારે છે આ નમક એટલું વર્ણહીન અને પારદર્શક છે કે નમકની ૧૦ ફૂટ જાડી દીવાલની એકબાજુ પ્રકાશપુંજ રાખવામાં આવે તો બીજીબાજુ આરામથી વાંચી શકાય.



પાકિસ્તાનના ઝેલમ જીલ્લામાં  રાષ્ટ્રીય રાજધાની ઇસ્લામાબાદથી ૧૬૦ કિમી દુર સ્થિત નમકની એક પ્રખ્યાત ખાણ છે.જ્યાંથી સદીઓ પહેલા સિંધવ નમક ખોદકામથી કાઢવામાં આવતું હતું. જેનો અંદાજીત જથ્થો ૨૨,૦૦,૦૦,૦૦૦ ટન છે.દર વર્ષે ૪.૬૫ લાખ ટન નમક કાઢવામાં આવે છે.હજુ ઓછામાં ઓછા  ૫૦૦ વર્ષ સુધી આ ખાણ મીઠું આપી શકે તેમ છે.
        આ ખાણમાં તળમાં સુરંગ બનાવી નીચેની તરફથી ખોદકામ કરી નમક કાઢવામાં આવે છે. ૫૦% કાઢવામાં આવે છે અને ૫૦% રાખી દેવામાં આવે છે. જે તેની સુરંગોને સ્તંભ સ્વરૂપે ટેકો આપીને બચાવે છે.મીઠું કાઢી કાઢીને પહાડમાં બહુ બધા ઓરડાઓ બની ગયા છે.જો આ પહાડને એક ઈમારત માનીએ તો કુલ મળીને ૧૯ માળ છે.જેમાં ૧૧ માળ જમીન જમીનમાં બનેલા છે.સુરંગો પહાડમાં ૭૩૦મી (૨૪૦૦ ફૂટ)પહોંચી ગઈ છે.




મીઠાના માનવ શરીર માં બહુ મહત્વપૂર્ણ કામો હોઈ છે.
જેમ કે, 
  • કોષોમાં  પાણી સંતુલિત રાખવું.
  • જ્ઞાનતંતુઓના સંદેશાઓનું વહન કરવું.
  • સ્નાયુના આન્કુચન પ્રસારણની શક્તિ પ્રદાન કરે છે સોડીયમ –Na
  • લોહીમાં સુગરનું નિયમન કરે છે.કારણ કે માનવ શરીરમાં જે ૮૪ પ્રાકૃતિક મિનરલ્સ  હોઈ છે એ બધા આ નમક માં મળી જાય છે.
  • સમુદ્રસ્નાનથી ત્વચા રોગ ઠીક થાય છે.
  • જો ભૂલથી ઝેરી પદાર્થ ખવાઈ જાય તો મીઠાના પાણીથી ઊલટીઓ કરાવવામાં આવે તો ઝેરની તીવ્રતા ઘટી જશે અને ઝેરી પદાર્થ બહાર નીકળી જશે.
  • નમકના પાણીથી ચહેરો ધોવો,,ચહેરો ચમકી ઉઠશે.
  • ઉચ્ચ રક્તચાપ (હાઈ બી.પી) અને લો-બી.પી. બંને નમક થી ઓકે થઇ શકે છે.( વગર પરવાનગીએ અને વગર સલાહ લીધે  ઘરે અખતરો ના કરવો।આ નમક  બી.પી. માં વાપરવાની એક વિધિ હોઈ છે જે શીખવી જરૂરી હોઈ છે)

એ સિવાય માનવશરીર સિવાયના બાકી પણ ઘણા ઉપયોગો અદભૂત અને કારગત છે. જેમ કે,
  •  લીંબુ રસમાં  નમક નાખી  પીતલ સાફ  કરો અને ચમકી જશે.
  • ઘરમાં નમકવાળા પોતા મારવાથી બેક્ટેરિયા મરી જાય છે .પરિવાર સ્વસ્થ રાખવાનો આંથી બેહતર ઉપાય ખરો કોઈ?
  • ચોખામાં નમક નાખવાથી ચોખામાં કીડાના પડે.
  • ફાનસના તેલમાં મીઠાનો એક ટુકડો  નાખવાથી તેલ ઓછું બળશે અને પ્રકાશ વધારે  આપે છે.
  • બોલપેનની શાહી કપડા પર લાગી હોય અને દાગ ધબ્બા  કાઢવા માંગતા હો, મીઠાના પાણીમાં કપડા ધોવો. બધા દાગ ધબ્બા નીકળી જશે.
  • ઘરમાં કોઈ જગ્યાએ ઉધઈ થતી હોય, મીઠાવાળું પાણી છાંટો,ત્યાં હવેથી ઉધઈ નહિ થાય.
  • તાજી શાકભાજીને બેક્ટેરિયા મુક્ત અને સ્વચ્છ કરવાનો ઉપાય મીઠા વાળા પાણીથી ધોવો.
  • વાળ ખરતા અટકાવવા માટે માથું ધોવાના પાણીમાં નામક મિક્ષ કરીને ધોવો પછી જોવો  ચમત્કાર.
  • લોખંડ પર લાગેલો કાટ દુર કરવો છે મીઠું ઘસો સરળતાથી નીકળી જાશે.
  • રેશમના કપડાને ધોતી વખતે મીઠાવાળા પાણીનો  ઉપયોગ કરો.એનાથી કલર પણ નહિ જાય અને કપડાની કોમળતા પણ બની રહેશે.
  • માખીઓથી પરેશાન છો મીઠાવાળા પાણીના પોતા મારો,માખીની છુટ્ટી.
  • લાંબા સમય ની મુસાફરી થી થાકી ગયા છો ? હુંફાળા ગરમ પાણીમાં નમક મિક્ષ કરી પગ ડુબાડી રાખો અને આશ્ચર્ય સાથે થાક ગાયબ થઇ જશે.
  • વાસણમાંથી ડુંગળીકાંડાની વાસ દુર કરવા માટે  નમક થી સાફ કરો....

વધારે પડતું  મીઠાનું સેવન તમને નુકશાન કરી શકે છે.......
       
            આ હકીકત તો વર્ષો પહેલા આયુર્વેદના ગ્રંથો માં કહેવતોમાં  જોવામળે છે.”અતિ સર્વત્ર વર્જયતે”,” અતિનો બધે ત્યાગ કરવો “,”અતિની ગતિ નહિ”
          વિજ્ઞાનમાં એક પ્રયોગ છે જેનું નામ છે ઓસ્મોસિસજેને અભિસરણ કહેવાય છે. એમાં બે અલગ-અલગ સાંદ્રતા ધરાવતાં દ્રાવણ હોય ત્યારે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે. એટલે કે જ્યારે એક તરફ પાણી હોય અને બીજી તરફ મીઠાવાળું પાણી હોય તો સાદું પાણી મીઠાવાળા પાણી તરફ ગતિ કરે છે. આ જ ફૉમુર્‍લા શરીરમાં પણ લાગુ પડે છે એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે શરીરમાં મીઠાનું પ્રમાણ વધે ત્યારે શરીરમાંનું પાણી નસોમાં ભરાવા લાગે છે. આમ જેમ-જેમ મીઠાનું પ્રમાણ વધે એમ-એમ નસોમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે. એને કારણે શરીરની નસો ફૂલે છે અને નસોની દીવાલ પર પ્રેશર ઉત્પન્ન થાય છેજેને શરીરમાં વૉટર-રીટેન્શન એટલે કે પાણીનો ભરાવો પણ કહી શકાય. આ સમગ્ર પ્રોસેસને કારણે વ્યક્તિને બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ થાય છે. આમ વધુપડતું મીઠું એ બ્લડ-પ્રેશર માટે જવાબદાર છે અને આ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ જ બીજા ઘણા પ્રૉબ્લેમ્સને જન્મ આપે છે. અત્યારના જે સાયલન્ટ કિલર ગણાતા બે રોગો છે એમાં ડાયાબિટીઝની સાથે-સાથે બીજું નામ બ્લડ-પ્રેશરનું છે.
             એ સિવાય હજુ પણ ઘણા રોગો ના નામ આપવાનું પસંદ કરીશ.,cellulite,સંધિવાત,સાંધાના દુખાવા,ગાંઠિયો વા,ઊંચું લોહીનું દબાણ( હાય બ્લડ પ્રેસર),પથરી,જઠરનું કેન્સર,મુત્રપિંડના રોગ,cirrhosis- લીવરનો ,
  • નમક વધારે લેવાથી કેલ્શિયમ લોસ વધારે થાય છે –જેનાથી હાડકા દાંત કમજોર થઇ જાય છે.જલ્દી થાકી જાય,કરચલીઓ પડે કારણ કે સ્નાયુઓને શીથીલ કરે છે.
  • સોડિયમની કમીથી ૧ અને ૨ ટાઇપના ડાયાબિટીસ થઈ શકે છે.
  • જ્ઞાન તંતુને નુકશાન કરે છે.
  • અને આંખ ને પણ નુકશાન કરે છે.
  • વધારે મીઠા નો ઉપયોગ કૅલ્શિયમના મેટાબોલિઝમ પર અસરકર્તા છે જેને કારણે હાડકાંની બનાવટમાં એ ભાગ ભજવે છે. જો એનું પ્રમાણ વધારે હોય તો હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળતું નથીજેને કારણે બોન મિનરલ ડેન્સિટી ઘટી જાય છે. અને એથી જ મોટી ઉંમરે ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગ થઈ શકે છે. વળી વધુપડતા મીઠાને કારણે કિડની પર લોડ પડે છેજેને કારણે કિડનીના પ્રૉબ્લેમ્સ કે પથરીનો પ્રૉબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત વધારે મીઠાના કારણે પેટનું કૅન્સર પણ થઈ શકે છે. વધુપડતા મીઠાને કારણે લોહીની નસો પર પ્રેશર આવે ત્યારે એની સીધી અસર મગજ પર થાય છે. મગજની નસોમાં તાણ આવવાને કારણે ડિમેન્શિયા થઈ શકે છેજેને વૅસ્ક્યુલર ડિમેન્શિયા પણ કહે છે. એમાં વ્યક્તિને મેમરી-લૉસ થઈ જાય છે અને કોઈ પણ વસ્તુ પર ફોકસ કરવાની ક્ષમતાસમજવાની અને વિચારવાની ક્ષમતા પર અસર થાય છે.
  • નમકની તીક્ષ્ણતાથી શુક્રધાતું પતલા થઇ જાય છે અને સ્વપ્નદોષ  પણ થઇ શકે છે,નપુસંકતા પણ આવી શકે છે.
  • એસીડીટી,
  • વધારે માસિક સ્ત્રાવ,
  • ક્ઝીમાં દાદ,
  • ટાલ પડવાનું મુખ્ય કારણ નમકનું  વધારે  સેવન કરવું  એ છે.
  • પ્રેગ્નન્ટ સ્ત્રીઓ ધ્યાન રાખે


         એક સર્વે મુજબ જો ૬ ગ્રામ જેટલું લિમિટેડ મીઠું પ્રેગ્નન્સી દરમ્યાન લેવામાં આવે તો દર વર્ષે ૧૭,૫૦૦ પ્રી-મૅચ્યોર ડેથને રોકી શકાય છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ડાયટમાં મીઠું વધે નહીંકારણ કે એથી પ્રેગ્નન્સીમાં ઘણા પ્રૉબ્લેમ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન અચાનક આવી જતા બ્લડ-પ્રેશરનું એક કારણ ત્યારે અચાનક જ વધી જતી મીઠા એટલે કે સૉલ્ટી ચીજોની ક્રેવિંગ હોય છે. આ દરમ્યાન મીઠાનો પ્રયોગ જેટલો માફકસર કરવામાં આવે એટલો બાળકનો ગ્રોથ સારો થાય છે. 

      જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમ્યાન મીઠું ખૂબ ઓછું કે વધારે ખાતી હોય તે સ્ત્રીઓના બાળકની કિડનીનું ડેવલપમેન્ટ બરાબર થતું નથીજેને કારણે મોટાં થઈને એ બાળકોમાં કિડનીના પ્રૉબ્લેમ્સની શક્યતા ઘણી વધારે રહે છે.


  • રિસર્ચરોનું કહેવું છે કે રોજ ભોજનમાં વધુ પડતો મીઠાનો ઉપયોગ કરવાથી લોહીમાં યુરિક ઍસિડ અને ઍલ્બ્યુમિન (એક જાતનું પ્રોટીન)નું પ્રમાણ વધે છે અને આ તત્વોનું પ્રમાણ લોહીમાં જેટલું વધારે એટલું હાઇપરટેન્શનનું રિસ્ક વધારે. વ્યક્તિએ દિવસમાં વધારેમાં વધારે ૨૨૦૦ મિલીગ્રામ સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ એના બદલે જો તમે દિવસમાં ૬૨૦૦ મિલીગ્રામ સોડિયમ લો તો હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય. વધુ પડતું મીઠું ખાવાથી પેટની દીવાલોને નુકસાન થાય છે અને પેટના કૅન્સરનું રિસ્ક વધી જાય છે.



  • સાઈન્ટીફિક એડવાઈઝરી કમિટી ઓન ન્યુટ્રીશન(SACN)તથા ૨૦૦૩ માં englandમાં થયેલી શોધ મુજબ વધારે નમકના સેવનથી હૃદયનો આકાર મોટો થઇ જાય છે.કેનેડા અમ બી.પી.નું મુખ્ય કારણ નમક જ છે.કેનેડામાં દરેક ૫ વ્યક્તિએ એક વ્યક્તિને બીપી છે અને એના લીધે જ કેનેડા નો  હેલ્થ કેર ક્ષેત્ર નો ખર્ચો ૪ બિલિયન ડોલરનો છે.કેનેડાના dr.norman camphell એ કેનેડા  આખા દેશની ફૂડ પોલીસી ચેન્જ કરવામાં મુખ્ય ફાળો આપ્યો.


Dr. Norman Campbell, Canadian Institute for Health Research (CIHR) and Heart and Stroke Foundation Chair in Hypertension Prevention and Control.


         નોર્વે નામના દેશમાં તો મીઠાનો ઉપયોગ જંકફૂડ અને ફાસ્ટફૂડ પર ટેક્ષ નાખીને  જંકફૂડ,ફાસ્ટ ફૂડનું માર્કેટિંગ  જ આખા દેશમાં તોડી નાખ્યું અને  આખો દેશ healthy diet પર આવી  ગયા. કારણ કે તમે બધા જે નમક ખાઈ રહ્યા છો એ છે.....


તમે સૌથી ખરાબ ગુણવત્તા નું નામક ખાઈ રહ્યા છો......અને એ છે રીફાઇન્ડ નમક.

        નમકના ખોદકામ દરમિયાન નીકળતી ધૂળ salt dust મોટી પ્રમાણમાં બને છે.આ ધૂળ ઈમ્પીરીયલ કેમિકલ industry દ્વારા આલ્કલી પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે.આ ક્ષેત્રમાં નમકનું ઉત્પાદન આઝાદી પહેલા ૧,૮૭,૪૯૦ ટન હતું.
અને એ જ રીફાઇન્ડ નમક ઘટાડવાથી જેટલો ફાયદો સિગારેટ છોડવાથી હ્રદયરોગમાં થાય એટલો ફાયદો થાય છે આવું વિશ્વ આરોગ્ય સંગઠન  નું કહેવું છે.
       સિંધવ નમક  તો ૯૭ પોષક તત્વોની કમી પૂરી કરે છે.આ પોષક તત્વોની કમી ના લીધે જ પેરાલીસીસ અને અટેક આવે છે.

તમારું મીઠું  તમને નપુસંક બનાવી શકે છે.
         
          વિશ્વભરમાં આજે  આયોડીનયુક્ત નમકના નામ પર ચાલતા કારોબાર પર તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે.એની પાછળ ઘણા કારણો છે .ઘણી વાયકાઓ છે અને ઘણી વાસ્તવિકતાઓ.ચાલો એક નજર દોડાવીએ.હકીકત છે કે નહિ એ બંને પક્ષ જનતા જ હશે,નથી જનતા તો સામાન્ય લોકો,અને જે લોકો આયોડીન યુક્ત નમક ખાઈ છે એ પછતાશે અથવા તો આયોડીન વગર નું નમક ખાઈ છે એ પછતાશે. અને જેમ  યુદ્ધ માં કોઈ એક સેના એ તો  હારવું જ પડે. એવી જ રીતે અહિયાં કોઈ એક પક્ષે તો હેરાન થવું જ પડશે.પરંતુ એક રસ્તો હજુ ખુલ્લો છે અને હમેશા રહે છે . એ રસ્તો છે શાંતિ નો..
વિદ્રોહ કરવામાં  બંને પક્ષની શક્તિ અને સંસાધનો  વ્યય થાય જ. તો શા માટે એ જ શક્તિનો ઉપયોગ નિર્માણ માટે ના કરીએ? તો કેટલી શક્તિ સંચીત કરી શકાય.આવા ઉદ્દેશ્ય સાથે એક વિહંગાવલોકન કરી લઇએ.
          નમકમાં આયોડીન હોઈ જ છે એમાં અલગથી રીફાયન્ડ કરવાના બહાને ઉમેંરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આયોડીન ની વધારે  માત્રા પણ નુકશાન કરે છે.
           આપણે જે મીઠું ખાઈએ છીએ તે સોડિયમ ક્લોરાઇડ  છે. એ ટેસ્ટ અને ફંક્શનમાં સોડિયમની કૉપી છે. એમાંમીઠું ગ્રેટ પ્રિઝર્વેટિવ છે. એ ડ્રગ છેકુદરતી ચીજ નથી. એ ૧૦૦ ટકા ટૉક્સિક છે.  સોડિયમ બાયકાર્બોનેટપોટૅશિયમ આયોડાઇડ સહિત ૩૦ સિન્થેટિક કેમિકલ્સ હોય છે, જે મીઠાને સૂકું અને કરકરું બનાવે છે. એ પછી એને બ્લીચ કરવામાં આવે છેજેનાથી એ સફેદ બને છે. આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ નર્યું સિન્થેટિક સ્ટફ છેજેનો વધુ પડતો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર નોતરે છે તેથી જ તમને હાઈ બ્લડપ્રેશર હશે ત્યારે ડૉક્ટર પહેલાં મીઠું બંધ કરવા કહેશે. ઘણા લોકોને મીઠું ઉપર ભભરાવીને ખાવાની ટેવ હોય છે. તેમને કિડનીના પ્રૉબ્લેમ થઈ શકે છેશરીરે સોજા આવે છે. આ રિફાઇન્ડ સૉલ્ટને ટેબલ સૉલ્ટ કહે છે. હવે જે આયોડાઇઝ્ડ સોલ્ટ આવે છે એ ટેબલ સોલ્ટ છેજેમાં શરીરની આયોડિનની ઊણપને દૂર કરવા પોટૅશિયમ આયોડાઇડસોડિયમ આયોડાઇડ જેવાં આયોડિન તત્વ ઉમેરાય છે. આયોડિન શરીરના થાઇરૉઇડ હૉર્મોનના સ્રાવને સંતુલિત કરે છે. બાળકોમાં શારીરિક વિકલાંગતા જેવા થાઇરૉઇડને લગતા રોગ આયોડિનની કમીથી થઈ શકે છે.   


ન્યુ હિન્દટાઈમ્સ,૩ અપ્રિલ ૨૦૧૩ ના દિવસે એક આર્ટીકલ છપાયો. ડો. નંદકુમાર કામત નામના ડો. દ્વારા રચિત મુદ્દો શું હતો..!!!

       “છેલ્લા ત્રણ દસકામાં  ભારતીય પુરુષોમાં  સ્પર્મકાઉન્ટની સંખ્યામાં ઘટાડો ૬૦ મિલિયનમાંથી ૨૦ મિલિયન  થઇ ગયી છે અને આ ઘટાડાનો ગુનેગાર છે  આયોડીનયુક્ત નમક.
ટોક્ષીકોલોજીસ્ટ આ સવાલના જવાબ માટે  બહુ રસ ધરાવે છે ...અને સવાલ એ છે કે,
"શું આયોડીનયુક્ત નમક અને સ્પર્મ કાઉન્ટ વચ્ચે કોઈ સંબંધ છે ખરો?"
           ગોવા સ્ટેટ માં જન્મદર ઘટી ગયો,કેન્દ્ર સરકાર જણાવે છે કે, પરિવાર નિયોજન નું એક સરસ દ્રષ્ટાંત છે.પરંતુ કારણ આયોડીનયુક્ત નમક છે.

Augar and collegues in france  produce a report….
           ઈ.સ.૧૯૯૫ માં વીર્ય ગુણવત્તા રીપોર્ટ  પેરીસ માં રજુ થયો.જાણકરી એવી નીકળી કે ૧૯૫૨ માં જયારે આયોડીન યુક્ત નમક ખાવાનું શરુ કરાયું ત્યારનો અને ૧૯૯૫ ની સાલ ના સ્પર્મ કાઉન્ટમાં જમીન આસમાન નો ભેદ હતો.૧૯૫૨ માં ૧ મિલી વીર્ય માં ૧૦૨ મિલિયન માંથી ઘટી ને ૧૯૯૫ માં ૫૧ મિલિયન રહ્યા છે બસ.

Recently the Asian journal of andrology published a special issue on human fertility and expressed valid concerns about falling human male sperm counts. Among the critical toxicological studies hidden from the public by central and state health authorities are eye opener studies published in 2004 by Professor Shoichi Fujiata and his colleagues from Laboratory of Toxicology,  Hokkaido University, Sapporo, Japan.  Their paper was captioned - Iodine intake as a possible cause of discontinuous decline in sperm counts: evaluation of historical and geographic variation in semen quality.
In order to examine whether iodine supplements may have caused global decline in sperm concentrations over the past several decades, they statistically analysed synchronicity of the decline in mean sperm counts and the introduction of iodine supplements. A positive correlation between the incidence of thyroid disease and sperm counts had been detected in Europe. Sperm counts began falling around 1965 in the United States, 40 years after iodine supplements were introduced. Mean sperm counts before and after 1965 were 111 million  per ml and 70 million per ml, respectively. The timing of the declines coincided with the introduction of iodine supplements in the United States, France, and the United Kingdom.
The Japanese researchers concluded that the global decline in sperm concentrations may be caused by iodine intake. There is no endemic goitre in Japan because of the tradition of eating seafood. Sperm counts in Japan have shown no change in the last 25 years. It is a pity that seafood consumer Goans are forced to consume iodised salt.

ભાઈઓ આયોડીન નો ગણ સ્ત્રોત છે જરૂરી નથી કે મીઠામાંથી જ આયોડીન મળે,અને આયોડીનયુક્ત નામક માં ત્રણ તત્વ રહ્યા છે:આયોડીન,સોડીયમ,ક્લોરીન જયારે સિંધવ માં તો ૯૭ પોષક તત્વો  છે.
૧ મીડીયમ સાઈઝ ના બટાટા માં  ૬૦ માયક્રોગ્રામ આયોડીન હોય છે. જે તમારી રોજિંદી જરૂરિયાત નું ૪૦% છે
કઠોળ ની દાળો માં ભરપુર માત્ર માં આયોડીન છે.
દૂધ  તો સમતોલ આહાર છે અને એમાં પણ ખાલી એક કપ  દૂધ માં તમારા રોજિંદી જરૂરિયાત ના ૫૬%  આયોડીન છે,માટે એક ગ્લાસ દૂધ પીવો ગોઈતર  કોઈ દિવસ ના થાય.
મીઠું વેંચવાનો ધંધો કરવા માટે ની માર્કેટિંગ ની રીત છે.અને બાકી હજી લાંબી સભા ન કરતા મારા ૬૦૦ પેજ ના સંશોધિત દસ્તાવેજના  અમુક જ પહેલું રાખ્યા છે આપની સામે, બાકી..........(ક્રમશ:

No comments:

Post a Comment