Saturday, March 17, 2018

તમે તમારી ફી 1000/- કેમ લો છો ???

તમે તમારી ફી 1000/- કેમ લો છો ???
નિરાંતે વાંચજો ....
આજે આ પ્રશ્ન આપે પૂછ્યો,બહુ ગમ્યું.કારણ કે 9 વર્ષ સુધી ફ્રી માં દવા અને ફ્રી માં કન્સલ્ટિંગ કર્યું.ત્યારે કોઈ તથાકથિત સજ્જન સમજદાર અને ડાહ્યા માણસે આ પ્રશ્ન નહોતો પૂછ્યો,કે ફ્રી માં kem કરો છો !!!!
1).9 વર્ષ ફ્રી દવા - ફ્રી કન્સલ્ટિંગ

આ). 9 વર્ષ ની મહેનત આજે બધી હોસ્પિટલ અને સ્વાસ્થયકેન્દ્રો 80% બીમારીઓમાં કન્સલ્ટિંગ 0/- અને દવાઓ 100% ફ્રિ મળે છે.એ માટે તો કોમ્પ્લિમેન્ટ આપવાનું કોઈનેય યાદ ના આવ્યું.

ઈશ્વરકૃપા રહેશે તો બહુ જલ્દી 100% બધું ફ્રી જાહેર કરી શકીશું.(અમારું અંગત માનવું છે કે બે ક્ષેત્ર માં પૈસા ne સ્થાન ના હોવું જોઈએ એક મેડિકલ અને બીજું એજ્યુકેશન)

2).1000/- માત્ર 4જ દિવસ લેવામાં આવે છે.
બાકીના 26 દિવસોમાં ફી 0/- હોઈ છે.

એ માટે આપણાદેશના ગામો,શહેરો માં જરૂરિયાત વાળા લોકો માટે ફ્રી '0'/- ફી માં જોવામાં આવેછે. આ માટે કોમ્પ્લીમેન્ટ પણ આપજો.

એ અંતર્ગત લગભગ 34 દેશોમાં વગર ફી એ સાજા થયેલા દર્દીઓ છે .
3). 4 દિવસ દરમિયાન લેવાતી ફીસ. સેવામાં દાન સ્વરૂપે આપવામાં આવે છે જેના ઉપર આમ તો સ્વાભાવિક રીતે મારી માલિકી હોઈ, એ paisa નું શું કરવું એ મારો અંગત નિર્ણય છે.(હોવો જોઈએ ke નહિ ????).
પરંતુ સંપૂર્ણ નફો 26દિવસ દરમિયાન સેવામાં વપરાય છે (કોઈએ એ ત્યારે પ્રશ્ન ના પૂછ્યો કે વ્હાલા,આ સેવામાટે સહયોગ ની જરૂર હોઈ તો કેશો.)
4). સ્વાસ્થ્ય પ્રેમી પરિવાર ની બધી હોસ્પિટલ anએ સ્વાસ્થ્ય કેન્દ્રો નો બધો નફો અભિયાન અંતર્ગત લોકસેવામાં વપરાય છે. વિવિધ કેમ્પ 
વિવિધ કાર્યક્રમો 
અલગ અલગ સ્વાસ્થ્ય સભાઓ 

સ્વાસ્થ્ય સપ્તાહો 




વર્કશોપ સામાન્ય લોકો માટે 



workshop ડોકટર્સ માટે 
વિવિધ કેન્દ્રો પર ફ્રી દવાઓ 

મર્મ થેરાપિ ના ક્લાસ 

વૃક્ષારોપણ કાર્યક્રમો



અનુવેધ 

પુનર્વિન્યાસ

bh
(જયારે ઈચ્છા સેવા બંધ કરી દેવાની થાય તો એ માટે પણ સ્વતંત્રતા અમારી ખરી (ke નહિ ????) અને મોરેશિયસ ફરવા જવાની ઈચ્છા થાય ત્યારે જો આપ ઊંચા હોદ્દા પર હોવ તો અમને દેશવટો ના આપું દેતા ).
5). ગુજરાત ના 18000 ગામ માં ફ્રિ સ્વાસ્થ્ય કેન્દ્રો કરવાનો અંગત સંકલ્પ છે. એ માટે ભંડોળ તો બહુ મોટું જોશે.એ માટે આપ જેવા સજ્જન સમજદાર જાગૃત અને ડાહ્યા લોકો pase થી ભિક્ષા /દાન કે સહયોગ લેવાનું રેહવા દઈ ઈશ્વરે જે સમય ,શક્તિ ,જ્ઞાન અને અનુભવ આપ્યો છે ena જોરે જાત મેહનત કરી ભંડોળ ઉભું કરવાનો પ્રયત્ન છે. (કારણ કે સેવામાં સાથ સહયોગ ના આપ્યા હોવા છતાં હૃદય તૂટી પડે એવા પ્રશ્ન લોકો પૂછી શકે તો સહયોગ આપ્યા પછી તો એ shu ના કરે !!! એટલે આપણે કોઈ બ્રાન્ડ,કોઈ રહીશ માણસના નામ,કોઈ સંસ્થાઓ સાથે જોડાયા વગર આપણા thi થાય એટલીક sevaq કરીયે છીએ ) અરીસામાં પોતાને જોઈને ગર્વ થાયછે એટલું. કાફી છે.
1000/- વગર   સાજા થયેલા સેકડો લોકો માથી અમુક 













ણ સહયોગ
કરવા કરતા વિરોધ ઇઝિલી થાય શકે એ પ્રમાણે કોઈનો સહયોગ નાલીધો હોઈ તો પણ લોકો ને નિષ્ઠા,સંકલ્પ અને જીવનપર પ્રશ્નો ઉઠાવતા જો વાર ના લગતી હોઈ તો જો કોઈના સહયોગ થી સેવા થાય તો તો ક્યારે કરવી.કેટલી કરવી,કરવીકે ના કરવી બધું જ એ મહાશય નક્કી કરે. અને સેવા કરનાર માણસ આટલી મહેનત થી ઘસાય પછી પણ મોટા ભાગની સેવા પ્રવૃતિઓં આ પ્રમાણે જ બંધ થયેલી જોવા મળી છે.


બધાની વિચારધારા alag અલગ હોઈ છે એટલે કોઈ સાચું નથી કોઈ ખોટું નથી બસ બધા નો દ્રષ્ટિકોણ અલગ હોઈ છે,અને આ યુનીક્નેસ જ આપડને સૌને મનુષ્ય બનાવે છે.તો કોઈ ના પ્રત્યે કોઈ રાગ દ્વેષ કે અણગમો નથી એની નોંધ લેશો.

No comments:

Post a Comment