આપને આ બ્લોગ સારો લાગે તો આપ આ બ્લોગ ફોલોવ કરી શકો છો જેનાથી આપ અમારા લેખો મફત અને તરત પ્રાપ્ત કરી શકો છો.
આયુર્વેદમાં વર્ટીગો ને ભ્રમ ના નામ થી ઓળખવામાં આવે છે.પ્રાચીન સમય થી આયુર્વેદ ના ભારત દેશ ના મનીષીઓ વર્ટીગો કાન સાથે સંકળયેલ છે એ જનતા હતા. વર્ટીગો એ કફ પ્રધાન પ્રદેશ માં રહેલી પિત્ત વાત વ્યાધી છે એમ આયુર્વેદ માને છે.એ પોતાના માં બહુ મોટી વાત છે.વર્ટીગો માં કોઈ પેથી સારા પરિણામો માટે કલેઈમ નથી કરી શકાતી,અને આધુનિક વિજ્ઞાન તો માત્ર લક્ષણ આધારિત સારવાર આપે છે.પરંતુ આયુર્વેદ આ કલેઈમ કરી શકે છે કારણ કે વિશ્વ નું સૌથી શ્રેષ્ઠ નિદાન પધ્ધતિ આયુર્વેદ પાસે છે.
શરીર
ની
બેલેન્સ મીકેનીઝમ મુખ્યત્વે બે સ્થળે થી ઓપરેટ થાય છે., એક તો આપણા કાન ના અંદર ના ભાગથી અને બીજું તો આપણા નાના મગજ થી
થાય છે.
એટલે કાનની તકલીફ
ને કારણે ચક્કર આવે છે કે મગજ ની કોઈ તકલીફ ને કારણે એના આધારે ચક્કર ને બે ભાગ
માં વિભાજીત કરાય છે.
બીજું કારણ બ્રેઈન માં હોય છે જેમકે કોઈ ગાંઠ, ક્યાંક હેમરેજ કે
પછી માઈગ્રેન
પછી ક્યારેક કોઈ પાર્કિન્સન્સ જેવો
નર્વસ ડીઝીસ. કારણ અલગ અલગ અલગ હોઈ છે, આયુર્વેદિક પધ્ધતિ થી નિદાન કરીએ તો ખ્યાલ આવી શકે.
ચક્કર આવવા સિવાય બીજા
લક્ષણો જોઈ શકાય છે.
૧. બધું જ ફરતું હોય એવું
લાગે
૨. ઉલટી થાય
૩.ઉબકા જેવું પણ આવે.
૪. ક્યારેક માથા નો દુખાવો
પણ રહે.
૫.પરસેવો વધુ થાય.
૬. ડબલ દેખાય કે થોડું વિઝન
હેઝી લાગે વિગેરે …
પાછળના ૧૭ વર્ષ થી વધારે વર્ષો ના
અનુભવથી કહી શકાય એમ છે કે વર્ટીગો મટી શકે છે.
લાંબા સમય ની ઔષધિઓ ના સેવન
અને દર ત્રણ મહીને ૧૦-૧૫ દિવસ હોસ્પિટલ ની આયુર્વેદિક અને નેચરોપેથી થેરાપી નો લાભ
લેવાનો રેહશે.
ત્યાં સુધી અમુક ઘરગથ્થું
ઉપાયો કરી શકો છો.
૧.મરી પાવડર (અર્ધી ચમચી થી
ઓછો) + ૩ ચમચી મધ રાત્રે મિક્સ કરી ને મૂકી દો. સવારે ખાલી પેટ આ મિશ્રણ ચાટી જાઓ.
૭ દિવસ માટે આ ઉપાય કરી શકાય.
૨.એની પછી ના ૭ દિવસ સુધી મરી
પાવડર અર્ધી ચમચીથી ઓછો સવારે ગાયના ઘી ૨-૩ ચમચી માં મિક્ષ કરી ને લઇ શકાય.
૩.ગાય ના ઘી ને સહેજ ગરમ કરી
પ્રવાહી બને એટલે એને સહેજ ઠંડુ પાડી
નસકોરા માં રાત્રે સુતી વખતે ૩-૩ બુંદ નાખી ને જ સુવો.
૪.કાન માં તલ ના તેલ ની એક એક
બુંદ રોજ અવશ્ય નાખો.
૫.પરહેજ વાયુ પ્રકોપ થી બચો
૬.પવન માં ના બેસો ,મુસાફરી
માં પવન ના લાગી જાય એ જોશો.
૭.રાત્રે પંખા નીચે ના સુવો.
૮.વાસી ખોરાક, આથાવાળું, મેંદા વાળું, વગેરેં વાયુ
વધારનારા ખોરાક ના ખાવા.સામર્થ્ય વૃદ્ધી રસાયણ
અને સામર્થ્ય વૃદ્ધી અવલેહ દવા
તરીકે લઇ શકાય..
૯.કાન માં રૂ રાખો.ઠંડી વસ્તુ થી બચો.
૧૦. સારસ્વતારીષ્ઠા પણ સારી દવા છે.બ્રાહ્મી અને શંખપુષ્પી ઔષધિઓ નો પણ ઉપયોગ કરી શકાય.
૧૧.વાયુ અને
પિત્તના વિકારને લીધે ચક્કર આવે છે. કોઈ વખત આ ચક્કર માનવીનું જીવવું દુષ્કર કરી
મૂકે છે. અનેક ઉપચારો કરવા છતાં હંમેશા માટે ચક્કરના ચક્કરમાંથી મુક્ત થવાતું નથી
આવે વખતે પિત્ત અને વાયુ કરનાર આહારવિહાર બંધ કરી પીપરીમૂળ ચૂર્ણ ૧ ગ્રામ ને
સારિવાદિવટી-૧ ત્રણ ગ્રામ સાકરના ચૂર્ણ સાથે સવાર સાંજ લેવું ઉપર દુરાલભાદિ કવાથ
પીવો. થોડા જ દિવસમાં ચમત્કારિક પરિણામ મળશે.
યોગા પ્રાણાયામ પણ વર્ટીગોમાં ઘણા સારા પરિણામો આપે છે. જેમ કે સન્મુખીમુદ્રા, નાડીશોધન પ્રાણાયામ,હલાસન પશ્ચિમોત્તાસન વગેરે
અભિક્ષણા આયુર્વેદિક હોસ્પિટલ & રીસર્ચ સેન્ટર
Inspired from Swasthya Premi Pariwar and managed by Abhikshana Healings Pvt Ltd...
Abhikshana Ayurvedic Hospital & Research Centre
1) 201, Narmada Complex, Beside ICC Complex, Behind Kadiwala School, Ring Road, Surat - 395002
2) 3035, 3rd Floor, The Palladium Mall, Yogichowk to Kargil Chowk Roaad, Varachha, Surat - 395010
3) 1, Haridhar Park, Opp to Surat Mercantile Bank, Honeypark to LP Savani Road, Adajan, Surat - 395009
4) 82, Chinagate - 2, Near DRB College, New Citylight Road, Althan, Surat - 395017
Now we are also available at Vyara, Ankleshwar, Baroda, Ahmedabad, Rajkot, Junagadh in Gujarat and Bhilwara, Rajasthan
For Appointment Call on
08734925788
No comments:
Post a Comment