Monday, October 19, 2020

ત્રિફળાની આડઅસરો

 


દરેક અસરકારક તત્વની એની અસર કરવાની ક્ષમતા જેટલા જ પ્રમાણમા વણજોઈતી અસરો હોય જ છે. અને જો યોગ્ય રીતે સમજવામાં ન આવે તો આ વાત આયુર્વેદિક ઓસડિયા કે ઔષધીઓ માટે પણ એટલી જ સાચી છે.

આપણે સર્વોએ સદાબહાર અને સુલભ્ય એવા આયુર્વેદિક એન્ટિ-એજિંગ ટોનિક કે એની લાભકારક અસર માટે પ્રસિદ્ધ છે એવી ત્રિફળાની અજાણી અને ન કહેવાયેલી અમુક આડઅસરો વિશે જાણવુ જોઈએ.

તાજેતરમાં જ બેંગ્લોર નિવાસી એવા અમારા એક ખૂબ જ નિકટના મિત્ર રોહિતે મને ખૂબ સિરિયસ સમસ્યા વિશે વાત કરી કે તેના પરિવારના સભ્યોને આયુર્વેદિક દવા સાથે વિચિત્ર અનુભવ થયો હતો. આથી તેમણે અને તેમના કુટુંબના સદસ્યોએ આયુર્વેદની કેટલીક અજાણી બાજુઓ વિશે લખવાની પ્રેરણા આપી. (આ બાબતોમાં હકીકતે આયુર્વેદ ક્યાંય પણ દોષિત હોવાનું માનયમાં આવે એવું નથી. પરંતુ ઔષધિઓના ગુણ, પાક, વિપાક, વીર્ય અંગે યોગ્ય જ્ઞાનના અભાવને કારણે તથા દર્દીની શારીરિક-માનસિક ક્ષમતા અને ઓજસનો અયોગ્ય અંદાજ શ્રેણીબદ્ધ ગંભીર ઘટનાઓ તરફ દોરી જાય છે. ચાલો ત્યારે થોડું ઊંડા ઊતરીએ.)

ભલે તમે કદાચ ત્રિફળા વિશે ક્યારેય સાંભળ્યું ન હોય, પરંતુ તે હજારો વર્ષોથી સ્વાસ્થ્ય જાળવનારી અને રોગમુક્તિના ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે.

તેના દ્વારા થતા અને વધુ પ્રમાણમાં આરોગ્ય લાભોને લીધે, ત્રિફળા વિશ્વભરમાં વધુને વધુ લોકપ્રિય બની છે.

પરંપરાગત રીતે ત્રિફળાનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદમાં થાય છે. આંતરડાના આરોગ્ય અને પાચનતંત્રમાં સહાયક ઓસડ તરીકે શ્રેયકર માનવામાં આવે છે. શ્રેષ્ઠ એન્ટીઑકિસડન્ટ તરીકે તે શરીરમાં જમા થયેલા ટૉક્સીન(મળ)ને ઘટાડવામાં મદદ કરે છે આમ શરીરને વિભિન્ન ઝેરી તત્વોથી મુક્ત કરે છે અને શરીરની રોગપ્રતિરોધક તંત્રને મજબુત બનાવવામાં મદદ કરે છે. ત્રિફળાના શારીરીક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણા ફાયદા છે પરંતુ અમે તમને આ આયુર્વેદિક સંજીવની (સ્વસ્થ જીવન માટે એક વરદાન) વિશેના કેટલાક ખૂબ જ રસપ્રદ અને રોચક એવા ખતરનાક તથ્યોની રોલર-કોસ્ટરની સવારી પર લઈ જઈ રહ્યા છીએ.


આયુર્વેદ એ ૩૦૦૦ વર્ષથી વધુ સમયથી તંદુરસ્ત જીવનની પરંપરાને મદદ કરતો સૌથી પૌરાણિક ગ્રંથ છે, પરંતુ ઔષધિઓ સહિતની પ્રકૃતિની દરેક બનાવટમાં કેટલાક છીંડાઓ છે અથવા આપણે તેને આડઅસરો તરીકે સંબોધિત કરી શકીએ છીએ, જો તમને ખબર ન હોય કે ઔષધીઓ કેવી રીતે કાર્ય કરે છે.


ભારતીય તત્વદર્શનમાં એક અદ્ભુત અવતરણ છે જે મને અતિપ્રિય છે, 'ज्ञान के हाथ मे अज्ञान भी श्रेयकर है और अज्ञान के हाथ मे ज्ञान भी नुकसानदेय है।' ગુજરાતી માં જોઇએ તો, “જ્ઞાન ના ખોળે રહેલુ અજ્ઞાન કે થયેલી ભુલ પણ લાભદાયી, જ્યારે અજ્ઞાની પાસે રહેલું અધુરુ જ્ઞાન નુક્સાન કરે છે.”

તો ચાલો ત્રિફળા વિશેની કેટલીક હકીકતો તપાસીએ કે જેને આપણે 'આતુર દ્રષ્ટિ'(આંખે પાટા બાંધીને) સાથે માની લેતા પહેલા જાણવી જોઈએ.


ત્રિફળા સગર્ભાવસ્થા દરમિયાન લેવી નુકસાનકારક સાબિત થઇ શકે છે.




હરિતકી કે જે સૌમ્ય ઔષધ અને એક વરદાન છે અને પરંપરાગત આયુર્વેદમાં માતા સમાન આદરણીય છે, તે ત્રિફળાના ઘટકોમાંનું એક છે જે સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભપાતનું કારણ માનવામાં આવે છે. ઉપરાંત હરડેનો ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ પર અન્ય ઘણી હાનિકારક અસરો સાથે પણ સંકળાયેલો છે. જો કે, ત્રિફળાના વપરાશ અને સગર્ભા સ્ત્રીઓ પરની આડઅસર વચ્ચેની આ કડીને યોગ્ય રીતે સમજવા માટે વધુ માનવ-કેન્દ્રિત પરીક્ષણો જરૂરી છે.

આમ સગર્ભા સ્ત્રીઓ માટે ત્રિફળા સલાહભર્યું નથી. કારણ એ છે કે ત્રિફળા 'ડાઉનવર્ડ ફ્લો' (નીચે તરફ દબાણ કરવાની પ્રક્રીયા - અનુલોમન)ને ઉત્તેજીત કરવાનો ગુણ હોવાને લીધે તે કસુવાવડનું જોખમ વધારે છે. સ્તનપાન કરાવતી માતા માટે પણ ત્રિફળાનો ઉપયોગ સલાહભર્યો નથી.



ત્રિફળા અન્ય દવાઓ સામે વિરોધી પ્રતિક્રિયા કરી શકે છે.






ત્રિફળા યકૃત(Liver)ના સાયટોક્રોમ પી-450 નામના મહત્વપૂર્ણ એન્ઝાઇમના સુનિયોજિત કાર્યને અવરોધીને સમસ્યાઓનું કારણ બને છે. આ હળવાથી માંડી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે જે દવાઓના અયોગ્ય ચયાપચય તરફ દોરી જાય છે આમ ત્રિફળા તમે અન્ય દવાઓ કે જે તમે તમારા ડોકટર દ્વારા સૂચવ્યા મુજબ લઈ રહ્યા હોવ એની સાથે વિરોધી પ્રતિક્રિયા ઊભી કરી શકે છે જે ફક્ત એલોપેથિક દવાઓ સુધી મર્યાદિત નથી. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ત્રિફળાના ઘટકોમાંના એક ઘટકે ડિપ્રેસનની દવા સાથે પ્રતિક્રિયા કરી હતી જેને લીધે દર્દીની નિંદ્રામાં ઘટાડાથી માંડીને નકારાત્મક સ્વભાવ અને ભાવાત્મક ઉતાર-ચડાવ જેવી આડઅસર જોવા મળી હતી.


ત્રિફળાને લીધે બ્લડપ્રેશરમાં નાટકીય રીતે ઘટાડો પણ થઇ શકે છે.




ત્રિફળા તેના મધુમેહ પ્રતિરોધક ગુણો માટે પ્રખ્યાત છે. જો કે, જો ડાયાબિટીસની દવાની સાથે જો લોકો વધુ પ્રમાણમાં ત્રિફળાનું સેવન કરે છે, (જેમ અગાઉ કહ્યું છે - આંધળાં પગલાંને લીધે વિનાશ થાય છે), તો તેમનું બ્લડ પ્રેશર જોખમી રીતે ઘટી શકે છે. ત્રિફળામાં હાજર સોર્બીટોલ અને મેન્થોલની માત્રા આ અસરના મુખ્ય કારણો છે. જે લોકો પહેલાથી જ લો બ્લડપ્રેશરના દર્દી છે, તેઓએ ત્રિફળાને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઓછું કરી શકે છે. માનવ શરીર પર ત્રિફળાની લાંબા ગાળાની અસર પર ધ્યાન કેન્દ્રિત કરતા વધુ અભ્યાસની જરૂર છે.




સ્વાસ્થ્ય પ્રેમી પરીવાર પ્રેરિત
અભિક્ષણા આયુર્વેદ હોસ્પિટલ & રીર્ચસ સેન્ટર

1) 3027- ત્રીજો માળ, ધ પેલેડિયમ મોલ, યોગીચોક, સુરત
સંપર્ક : +91 90674  96709

2) 1- હરિધર રો-હાઉસ, સુરત ર્મલન્ટેટાઇન બેંકની સામે, હનીપાર્ક થી એલ પી સવાણી રોડ, અડાજણ, સુરત
સંપર્ક : +91 87349 25788

3) U Generic, A-70, જેરામ મોરારની વાડી, વાટલીયા પ્રજાપતિ સમાજની બાજુમાં, કતારગામ રોડ, સુરત
સંપર્ક : +91 91737 67140 
 
( જૂનાગઢ, રાજકોટ, મુંબઈ, જામનગર, વડોદરા )
-------------
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91 87349 25788 પર “swasthya premi ” લખીને આપનું નામ તથા શહેરનું નામ  મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં 
https://wa.me/message/NQ4TCZ7GLKRBL1
-------------
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક   https://t.me/Drdk1 સબસ્ક્રાઇબ કરો..
-----------
આપ બીમાર પડો તો પહેલો કોલ કોને કરવાનો?
સ્વાસ્થ્ય પ્રેમી પરિવાર ને..
સંપર્ક : +91 87589 83133

No comments:

Post a Comment