Monday, September 10, 2018

કેન્સર ની દવાઓ હોતી જ નથી!

કૅન્સર વિશે અને એના ઉપચાર વિશે જગતમાં કરોડો
ડૉલર ખર્ચાયા છે છતાં એના વિશેની સમજમાં
તસુભારનો ફરક પડ્યો નથી

એવું ડૉ. શ્રી મનુ કોઠારીનું સંશોધન છે.

‘કૅન્સર: કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય’
પુસ્તકમાં ડૉ. શ્રી મનુ કોઠારી તથા ડૉ. લોપાબેન મહેતા કહે છે કે,

કૅન્સર મોટે ભાગે પાંચથી પચીસ વર્ષ સુધી આપણા
શરીરમાં કોઈ પણ હિલચાલ વિના ચૂપચાપ
શાંતિથી સુષુપ્ત અવસ્થામાં પડ્યું રહ્યું હોય છે.

આપણે એને કાલ્પનિક ભયથી છંછેડીએ છીએ
અને પછી એનાં પરિણામો ભોગવીએ છીએ.

ડૉ.શ્રી મનુ કોઠારી માને છે કે,
     આજકાલ જે બધી નિદાન શિબિરો કે ડાયેગ્નોસ્ટિક કૅમ્પ ફૂટી નીકળ્યા છે તે મોટે ભાગે ડૉક્ટર્સ  નો ધંધો
વિસ્તારવા માટેનું માર્કેટિંગ છે.

આવી વિનામૂલ્યે (જોકે  ટેસ્ટ ના રૂપિયા  તો દેવા જ પડે છે.) યોજાતી શિબિરોમાં માણસ સાજો નરવો જાય છે
અને દર્દી બનીને બહાર આવે છે.

 કૅન્સરની સારવાર કરવામાં આવે તેના કરતાં સારવાર ન કરવાથી લાંબું અને વધુ સારી રીતે જીવી શકાય એવું છે. જેનો અંગત રીતે દરેક ચિંતનશીલ ડૉકટર્સ ને અનુભવ અને એહસાસ હોય છે.

‘કૅન્સરથી પીડાતા દર્દીઓનું આયુષ્ય કેમો - રેડિયો
સારવારથી ઓછું થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ
નથી.’



આ મુદ્દાને વિગતે સમજાવતાં તેઓ કહે છે કે દરેક
કૅન્સર-નિષ્ણાતો દર્દીને વધુ પડતી સારવાર
આપવામાં માને છે.
એમનાં નિદાનોમાં અતિશયોક્તિ આવી જાય છે.
કોઈ પણ કૅન્સરનું નિદાન વહેલું થઈ શકતું નથી એ વાત ડૉક્ટર્સ ની સાથે સાથે હવે દરદીઓ ના સગા પણ   માનવા તૈયાર હોતાં નથી. ગમે એટલાં રૂપીયા ખર્ચાય પણ વહેલું નિદાન ઝડપી સારવાર અને કેન્સર ની 100% મુક્તિ .... જે મિથ્યા આશાવાદ  છે એને સેવે છે...

કોઈ પણ કૅન્સરને સો એ સો ટકા મટાડી
સંપૂર્ણ રીતે કૅન્સરમુક્ત થઈ શકાતું નથી એ
હકીકત સ્વીકારવા પણ તેઓ તૈયાર નથી.

આને લીધે જરૂર કરતાં વધુ દવાઓ અપાય છે,
જરૂર કરતાં વધુ સમય હૉસ્પિટલમાં દર્દીને રાખવામાં આવે
છે અને બિનજરૂરી ભય પેદા કરીને દર્દીને
જીવતો જ મારી નાખવામાં આવે છે.
જેટલું કૅન્સર દેખાય તેની જ સારવાર કૅન્સર-નિષ્ણાત
કરી શકે છે.
શરીરમાં બાકી રહી ગયેલા કૅન્સરની હયાતી દર્દી અને તેના ડૉક્ટરથી સહેલાઈથી કળી શકાતી નથી એટલે તે
મટી ગયું છે, એમ માની લેવામાં આવે છે, ગળા નું કેન્સર ફેફસાં માં અને ત્યાંથી લીવર માં પ્રગટ થયા કરે છે એજ રીતે સ્તન નું કેન્સર અંતે લીવર ના કોષો માં પ્રગટ થાય છે  દરેક શરૂઆતમાં  પ્રગટ થતાં કેન્સર ની સંપૂર્ણ  સારવાર લીધી હોવા છતાંય છ મહીના ના ગાળા માં એ દર્દી ના શરીર માં અન્ય જગ્યાએ થી ડોકીયું  કરવા માંડે છે.

‘કૅન્સરની દવાઓ એક ફારસ જ છે’ એ શીર્ષક
હેઠળ ડૉ. શ્રી મનુ કોઠારી અને ડૉ. લોપાબેન મહેતા કહે છે કે,   
   જે વ્યક્તિને કૅન્સર થયું હોય તેને માટે તો એનું
કૅન્સર એના જ લોહી અને માંસ જેવો જ એક ભાગ
છે, માટે જ દરેક કૅન્સર-વિરોધી દવાઓ માટે તો
કૅન્સરકોષો અને સામાન્ય કોષો એકસરખા જ છે.
આથી જ આધુનીક  દવાઓ કે હવે આયુર્વેદ ના નામે કરતાં કોઇ પણ ઈલાજ શરીરના બીજા સામાન્ય (તંદુરસ્ત) કોષોને વધુ નુકસાન કરે છે.


પ્રયોગશાળામાં કૅન્સર પર અજમાયશ
કરેલી કેમોથેરપી ૧૦૦ ટકા ઈચ્છિત પરિણામ
લાવે છે,
 કારણ કે એ કૅન્સર પ્રાણીમાં પોતામાં
સ્વયંભૂ, સ્વતંત્ર રીતે પેદા થયેલું નથી હોતું
પણ એને બહારથી પ્રાણી પર લાદવામાં આવેલું
હોય છે. એ કૅન્સરને પ્રાણી પોતાનું કૅન્સર
કદી ન કહી શકે.


આ જ કેમોથેરપી સ્વયંભૂ કૅન્સર માટે સોએ સો ટકા નિષ્ફળ નીવડી છે.

૧૯૭૩ના ગાળામાં ડૉ.શ્રી કોઠારી અને ડૉ. શ્રી મહેતાએ કૅન્સર વિશેના પોતાના રિસર્ચથી તબીબી આલમમાં
સનસનાટી મચાવી દીધી હતી. એમનાં
તારણોને લીધે કંઇ કેટલીય દવા કંપનીઓ,
હૉસ્પિટલો અને ડૉક્ટરોનો કરોડો
ડૉલરોનો ગરાસ લૂંટાઈ જતો હતો.

ખુશવંત સિંહ એ જમાનામાં ટાઈમ્સ જૂથના ઇલસ્ટ્રેટેડ વીકલીના તંત્રી હતા. એમણે આ વિષય પર કવરસ્ટોરી
કરીને આ ગુજરાતી ડૉક્ટરોની લાંબી મુલાકાત પ્રગટ કરી હતી. બેઉ ડૉક્ટરો પાસે તબીબી ક્ષેત્રની મોટી પદવીઓ છે, પોતાના કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ છે
અને સરકારમાન્ય જવાબદારીવાળા ઊંચા હોદ્દાઓ
પર તેઓએ ફરજો બજાવી છે.

આમ છતાંઆજની તારીખે પણ ઘણા ડૉક્ટર્સ , મનુભાઈનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચડાવે છે.
આજે કેન્સર પીડીત અને ઇલાજ ના નામે ધન અને સમય ખર્ચી  ને ખુંવાર થયેલ   પ્રજાને ડૉ. શ્રીમનુભાઈ કોઠારીની ભરપૂર કદર છે.
રાજકારણ અને સમાજક્ષેત્રે ગાંધીજી,
ધર્મ-અધ્યાત્મના ક્ષેત્રે ઑશોરજનીશજી કે
ઘરઆંગણે દંતાલી  ના  સ્વામી શ્રી સચ્ચિદાનંદજી
જેવા વિચારકોને ઝટ દઈને એમના જ ક્ષેત્રના
લોકો સ્વીકારી નથી શકતા.

પણ,
વખત જતાં સૌ કોઈએ એમને સ્વીકૃતિ આપવી પડે છે.

( મૂળ લેખક :-  શ્રી સૌરભ શાહ - મુંબઈ)